અર્જુન કે ક્રૂષ્ણ ? જાતે જ વિચારો ...



"आसान नहीं है अब किसी सोये हुए को जगाना 
स्वयं श्री नारायन को भी सुनाने पड़े थे 
१८अध्याय और ७०० श्लोक 
तब जाके अर्जुन ने गाण्डीव उठाया..."

 અત્યારે  હાલ ના સંજોગો મા સમગ્ર દુનીયા બે ભાગો મા વહેંચાયેલી જોવા મળે છે (1) દિલ થી વિચારતો વર્ગ ,(2) દિમાગ થી વિચારતો વર્ગ ...

જેમા મોટા ભાગે દિલ થી વિચારતા વર્ગ (કળીયુગી અર્જુન ) નુ શોષણ દિમાગ થી વિચારતો (કળીયુગી ક્રૂષ્ણ) વર્ગ કરી રહ્યો છે અને એ પણ ફક્ત પોતાના ઉપયોગ માટે ...

જે પહેલા ના સમય મા દિમાગ થી વિચારવા વાળો વર્ગ હતો તે દિલ થી વિચારવા વાળા વર્ગ ને યોગ્ય મદદરૂપ  થવા મા ઉપયોગ કરતો ...જેમ કે ક્રૂષ્ણ ભગવાન એ દિમાગ થી વિચારતા વ્યક્તિ હતા અને જ્યારે દિલ થી વિચારતા અર્જુન ને યોગ્ય દિશા મા વાળવા મદદરૂપ થયા હતા ...

મારા બાપુજી પાસે અવારનવાર સાંભળ્યું છે કે મોટા સંયુક્ત કુટુંબો મા 5 ભાઈ મા એકાદ ભાઈ નબળો કે લાગણી શીલ (દિલ થી વિચારનાર ) હોય તો બીજા ભાઈ ઓ (દિમાગ થી વિચારનારા ) તે નબળા ભાઈ ના આખા કુટુંબ ને સાચવી લેતા ...અત્યારે ?? શકય છે ?

બસ આવું જ  
મિત્રતાં / અંગત સંબંધો  મા પણ ...મિત્ર /સંબંધ ની વ્યાખ્યા  એ હવે ની પેઢી મા ગણિત પ્રમાણે જ  હોય છે ...જો અને તો મા અટવાયેલી 

અને હા એ બ્લોક પણ થઈ શકે જે સુવિધા પહેલા નહોતી ...😂 ગમે તેટલો નિખાલસ કે ગમે તેટલો જૂનો  સંબંધ/મિત્રતાં  હોય ...પણ બ્લોક આસાની થી કરી શકાય અને એક વખત બ્લોક થયા એટલે જાતે સમજી લેવા નુ કે બસ હવે પૂરું થયું  ...

અને...

ઘણી વખત બ્લોક થવા નુ કારણ સમજ ના પડે તો પણ આખી જીંદગી અંશમંજશ મા જીવવા નુ ...

બસ અહીં આજ બની રહ્યું છે ...આજ અર્જુન (ખેડૂતો ,યુવાનો ,બેરોજગારો , નાના વેપારી ઓ ) હથિયાર નીચે મૂકી ને વિચારે છે કે મારે કોનાં માટે લડવું જોઈએ ? 
તો બની બેઠેલાં ક્રૂષ્ણ અર્જુન ને કઈ દિશા બતાવશે ? 😂 

"જો હું તારી સાથે છું ત્યા સુધી તી જીવતો છે ,જો હું તારી સાથે નહીં હોઉં તો તને સામે પક્ષ વાળા લોકો લૂંટી જશે ,બરબાદ કરી દેશે ,તારો પરિવાર નહીં બચે ,વગેરે વગેરે " ...😂😜

અને પછી 

અર્જુન ખોટી દિશા મા લડે છે અથવા  લડવા નુ જ  માંડી વાળે છે...

અને હકીકત એ છે કે આજ નો અર્જુન શ્રીક્રૂષ્ણ ના સંદેશ મા થી ફક્ત મોજ મા રહેવું અને મોજ મા જિવવા તૈયાર છે ...યુદ્વ માટે નહીં ...

અને 

આજ ના ક્રૂષ્ણ ને પણ અર્જુન મોજ મા રહે તેમા જ રસ છે તે લડવૈયો બને તેમા નહીં ...

અને આજ હકીકત છે ...

આજ કુટુંબ એટલે ફક્ત અમે બે અને અમારા બે એટલે સંપૂર્ણ કુટુંબ ...

માઁ -બાપ એટલે ડોસી - ડોસા આ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ ની ભાષા છે ...

માઁ -બાપ જીવંત હોય ત્યારે તો કોઈ વખત રૂબરૂ મુલાકાત લીધી કે નહીં તે ખબર નથી...

પણ...

 માઁ -બાપ ના મ્રુત્યુ પછી ...નાટકીય મોટી પોક(રડવા ની )  અને સામાજિક વહેવાર માટે અતિ જાગ્રુત , એવો દિમાગ થી વિચારતો વર્ગ પણ છે ...

હવે મૂળ મુદ્દા ની આખરી વાત ...રહી વાત જાગવા ની અને જગાડવા ની ...

અમુક ઘેન એ પ્રકાર ના ઘાઢ હોય છે કે તેમા થી ખુદ બ્રહ્મા ,વિષ્ણુ અને મહાદેવ રૂબરૂ પણ આવે તો એ ઘેન નહીં ઉતરે ...જે અર્જુન 18 અધ્યાય મા અને 700 શ્લોક મા સમજ્યો હતો તે આજ નો અર્જુન આ ત્રણે દેવો 1800 અધ્યાય અને 7000શ્લોક થી પણ ઘેન દૂર નહીં કરી શકે!!!

અને એટલા માટે ...આજ ...

દિલ થી વિચારતો વર્ગ 

લાગણી ઓ ના કારણે દુઃખી છે ...

અને ...

દિમાગ થી વિચારતો વર્ગ 

" દુનિયા જાએ ........મેં " 

ની વિચારસરણી થી ખુશ છે...

👇👇👇

હવે વિચારવા નુ તમારે પોતાને જ છે કે ...

હું અર્જુન છું કે ક્રૂષ્ણ ? ? ?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

एक नई शुरुआत...

रहस्यमयी पोलो का जंगल: अभिमन्यु की रोमांचक यात्रा