તું એટલે ....
જિંદગી નું એક હસીન ખ્વાબ ..
જે ક્યારેય પૂરું થવાનું નથી છતા એ ખ્વાબ જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી તૂટવા પણ દેવા નું નથી ....
તું એટલે ...
જિંદગી ની સફર ની  પૂર્ણતા ...
જે ક્યારેય પૂરી થવા ની નથી છતા એ સફર  છેલ્લા શ્વાસ સુધી અટકાવવા ની પણ નથી ...
તું એટલે ....
જિંદગી નો એક એવો મુકામ ...
જે ક્યારેય હાસિલ થવા નો નથી છતા એ મુકામ છેલ્લા શ્વાસ સુધી છોડવા નો પણ નથી ...
તું એટલે ....
જિંદગી ની અવિરત મુસાફરી ...
જે ની મંજિલ મળવા ની જ નથી પણ  મુસાફરી  છેલ્લા શ્વાસ સુધી અટકવા ની પણ નથી ...
તું એટલે ...
જિંદગી ના મરુસ્થલ નું મ્રુગજળ  ...
જે ક્યારેય જિંદગી ની  મ્રુગ ત્રુસ્ણા પૂરી કરવા નું નથી ...
પણ મ્રુગ એ છેલ્લા શ્વાસ સુધી સમજવા નું પણ નથી ...
તુ એટલે ...
જીંદગી ...
જીંદગી એટલે જ  ..
અવિરત ભાગતા રહેવુ ...


નિરંજન...




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

एक नई शुरुआत...

रहस्यमयी पोलो का जंगल: अभिमन्यु की रोमांचक यात्रा